મોગલ માં ના પરચા - Kabrau Mogal Dham

મોગલ માં ના પરચા

મોગલ માં ના પરચા

કબાવ મોગલ માના ચમત્કાર વિશે જાણો

દોસ્તો તમે બધા સારી રીતે જાણતા હશો કે કચ્છ જિલ્લાના કબરાઉમાં માતા મોગલ નું ધામ આવેલછે. જ્યાં હજારો ભક્તો મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે અને માતાજીના આર્શીવાદ મેળવીનેપોતાના જીવનમાં સુખ પ્રાપ્ત કરતા હોય છે. માતા મોગલ પણ ભક્તોના દુઃખ દૂર કરવા માટે જાણીતીછે અને જો કોઈ ભક્ત સાચી શ્રદ્ધા અને પૂર્ણ આસ્થા સાથે આ મંદિરમાં આવે છે તો મોગલ માતાતેની ક્યારે ખાલી હાથે જવા દેતા નથી.માતાજીના મંદિરમાં મણીધર બાપા બિરાજમાન છે.

જેઓ ભક્તોના દુઃખ સાંભળે છે અને તેમાંથી બહાર નીકળવા માટે નો રસ્તો બતાવે છે. જેથી કરીનેભક્તો પોતાના દુઃખોથી મુક્તિ મેળવી શકે છે. માતા મોગલના ધામ ઉપર ભક્તોની એટલી બધી આસ્થાછે કે દૂર દૂરથી અહીં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. વળી માતાજીની પાસે જે પણ ભક્ત પૂર્ણ આસ્થા સાથે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે કહે છે તો તેને માતાજી હંમેશા આશીર્વાદ આપે છે

અને બધી મનોકામનાઓ પૂરી કરે છે. માતાજીએ અત્યાર સુધી લાખો લોકોની સંખ્યામાં આવેલા ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે અને આજે પણ તેઓ પરચા બતાવતા રહે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને માતા મોગલના એક ચમત્કાર વિશે વાત કરવાના છીએ. હકીકતમાં ધનરાજ ભાઈ નામના એક વ્યક્તિના ઘરે પુત્રનો જન્મ થયો હતો, જેથી પરિવારના બધા જલોકો ખુશ થઈ ગયા હતા. ત્યારબાદ થોડાક સમય પછી સાત વર્ષના પુત્રનું મૃત્યુ થયું હતું, જેથી

પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ધનરાજભાઈ તેમના પુત્રના મૃત્યુ પછી ખૂબ જ દુઃખીજીવન વિતાવી રહ્યા હતા અને ત્યારબાદ તેઓએ માતા મોગલના ધામમાં દર્શન કરવા માટે આવ્યાહતા. જ્યાં તેઓએ દીકરા ની મનોકામના વ્યક્ત કરી હતી. આ સાંભળીને ત્યાં સ્થિત બાપા એ કહ્યું હતું કે જો તમારા ઘરે કોઈ નિશાન વાળો પુત્ર જન્મે તો સમજી જજો કે તમને માતાજીએ પુત્ર આપ્યો છે આટલું સાંભળીને ધનરાજભાઇએ માનતા રાખી હતી અને કહ્યું હતું કે જો મારા ઘરે પુત્રનો જન્મ થશે તો હું માતાજીના ચરણોમાં 13000 રૂપિયા પુરા અર્પણ કરીશ.

જોકે આ સમયના થોડા સમય પછી ધનરાજભાઈ ના ઘરે પુત્રનો જન્મ થયો હતો અને તેને એક નિશાન પણ હતું. આ નિશાન જોઈને ધનરાજભાઈ અને તેમનો પરિવાર માની ગયા હતા કે આ માતા મોગલ દ્વારા આપવામાં આવેલો પુત્ર છે, જેના પછી ધનરાજભાઈ 13000 રૂપિયા લઈને માતાજીનાચરણોમાં માનતા પૂરી કરવા માટે આવ્યા હતા. જોકે મણીધર બાપા એ આ પૈસામાં એક રૂપિયો ઉમેરીને બધા જ પૈસા ધનરાજ ભાઈને પાછા આપી દીધા હતા.

મોગલ માં નો ઈતિહાસ kabrau

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *